લંડનઃ સુનાક સરકારના સંરક્ષણ મંત્રી બેન વોલેસે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. વડાપ્રધાન સુનાકને પાઠવેલા પત્રમાં વોલેસે સરકારને સમર્થન જારી રાખવાની ઓફર આપતાં ચેતવણી આપી હતી કે બ્રિટિશ વડાપ્રધાન સંરક્ષણને વિવેકાધીન ખર્ચ ગણતા નથી.
રશિયાના યુક્રેન પરના આક્રમણાં બ્રિટિશ પ્રત્યાઘાતો આપવામાં નેતૃત્વ કરનાર વોલેસે ગયા મહિનામાં જ જણાવ્યું હતું કે, હું હવે રાજીનામુ આપવા માગુ છું. તેઓ આગામી સંસદની ચૂંટણી પણ લડવા માગતા નથી. વોલેસ નવા ક્ષેત્રોમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે.
વોલેસના રાજીનામાના પગલે સુનાક સરકારે પૂર્વ એનર્જી સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સની દેશના નવા સંરક્ષણ મંત્રી તરીકે વરણી કરી છે. છેલ્લા એક વર્ષમાં ગ્રાન્ટ શેપ્સને પાંચ વાર સરકારમાં અલગ અલગ જવાબદારી સોંપાઇ છે. અગાઉ તેઓ ચાર અલગ અલગ મંત્રાલયમાં સેવાઓ આપી ચૂક્યાં છે.

