લંડનઃ અલેફ બુક કંપની દ્વારા પ્રકાશિત અમિતાભ કુમારની નવલકથા માય બિલવેડ લાઇફના મુખપૃષ્ઠની ડિઝાઇન માટે બેના સરીનને 11મા ઓક્સફર્ડ બુકસ્ટોર બુક કવર પ્રાઇઝના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. 26 મેના રોજ નવી દિલ્હીમાં આયોજિત એક ભવ્ય એવોર્ડ સમારોહમાં તેમને ટ્રોફી, પ્રશસ્તિપત્ર અને રૂપિયા 1 લાખનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. બેના સરીનનો આ પ્રતિયોગિતામાં બીજો વિજય છે. આ પૂર્વે તેમણે આ એવોર્ડની પ્રથમ આવૃત્તિમાં અલેફ બુક કંપની દ્વારા જ પ્રકાશિત લીલા સેઠના પુસ્તક ટોકિંગ ઓફ જસ્ટિસના કવરની ડિઝાઇન માટે આ પુરસ્કાર મેળવ્યો હતો.
આ વર્ષની જ્યુરીના અધ્યક્ષપદે મ્યુઝિયમ ક્યુરેટર, કલા ઇતિહાસકાર અને લેખિકા અલકા પાંડે હતા. આ જ્યુરીમાં જાણીતા લેખક અને સાંસદ શશી થરૂર, અંજા રિડેબર્ગર અને સમર જોધા સામેલ હતા.


