લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે મજબૂત સંકેત આપ્યો છે કે તેઓ બેનિફિટ્સ પરની બે બાળકોની મર્યાદા નાબૂદ કરવાની યોજના બનાવી રહ્યા છે. ચાન્સેલર રીવ્ઝ આગામી ઓટમ બજેટમાં તેની જાહેરાત કરે તેવી સંભાવના છે .
વડાપ્રધાને જણાવ્યું હતું કે, જો અમે સંખ્યાબંધ પગલાં લેવાના ન હોત તો હું તમને એમ ન કહેતો કે અમે બાળ ગરીબી નાબૂદ કરવા જઇ રહ્યાં છીએ. આ પહેલાં ચાન્સેલર રેચલ રીવ્ઝે પણ સંકેત આપ્યો હતો કે તેઓ ઓટમ બજેટમાં બેનિફિટ્સ પરની બે બાળકોની મર્યાદા દૂર કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકોનો જન્મ મોટા પરિવારમાં થયો છે તેના કારણે તેમને સજા મળવી જોઇએ નહીં. તેમાં તેમનો કોઇ વાંક નથી.
ટ્રેઝરીના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાન્સેલર થ્રી ચાઇલ્ડ કેપ લાવી શકે છે અથવા તો વર્કિંગ પેરેન્ટ્સ માટે બેનિફિટ્સમાં વધારો કરી શકે છે. હાલ સરકારમાં તેની વિચારણા ચાલી રહી છે.


