બેન્ક ઓફ ઈંગ્લેન્ડ વ્યાજદર જાળવી રાખશે

Wednesday 29th July 2026 06:29 EDT
 

લંડનઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધની ખરાબ પરિસ્થિતિ વચ્ચે પણ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ આગામી સપ્તાહે વ્યાજના દરોને યથાવત જાળવી રાખશે. આના પરિણામે. મોર્ગેજ અને બોરોઈંગ કોસ્ટ નીચી રાખવામાં મદદ મળશે. જોકે, એનર્જી કિંમતો ઊંચે જવાનું ચાલુ રાખશે તો પરિવારોને મળનારી રાહત કામચલાઉ બની રહેશે.

વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થવાથી લોન અથવા વ્યાજ દરો સાથે સંકળાયેલા ક્રેડિટ કાર્ડ્સ ધરાવતા લોકો પર વધારાનો બોજ આવશે નહિ, જ્યારે બચતકારોને વળતરોમાં કોઈ મહત્ત્વના ફેરફાર જણાશે નહિ. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર મિડલ ઈસ્ટમાં નવેસરથી યુદ્ધ ફાટી નીકળવા સાથે ઈન્ફ્લેશન વિશે ચિંતા સર્જાવા છતાં, બેન્કની દર નિર્ધારિત કરતી કમિટીના મોટા ભાગના સભ્યો 3.75 ટકાનો બેઝ રેટ જાળવી રાખવા વોટિંગ કરશે. મોનેટરી પોલિસી કમિટીની બેઠક 30 જુલાઈએ મળવાની છે ત્યારે તાજી આર્થિક આગાહીઓ પણ પ્રસિદ્ધ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter