બેન્ક ક્લાર્કે ગ્રાહકોના ખાતામાંથી £900,000ની ચોરી કરી

Wednesday 01st June 2022 06:52 EDT
 
 

લેસ્ટરઃ HSBC બેન્કની લેસ્ટર શાખાના 30 વર્ષીય પૂર્વ ક્લાર્ક હમઝાહ ઈસ્સાકને ગ્રાહકોના એકાઉન્ટ્સમાંથી લગભગ 900,000 પાઉન્ડની ચોરી કરવા બદલ લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા પાંચ વર્ષ અને આઠ મહિનાની જેલની સજા કરવામાં આવી છે. તેણે 85 વર્ષીય વયોવૃદ્ધ કસ્ટમરના એકાઉન્ટમાં લોગ-ઈન કરી તેના સંપર્કની વિગતોમાં ફેરફાર કર્યો હતો અને ખાતામાંથી 448,000પાઉન્ડથી વધુની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

હમઝાહ ઈસ્સાક 2016 અને 2018ની વચ્ચેના ગાળામાં HSBC બેન્કની લેસ્ટર શાખામાં કામ કરતો હતો. તેણે ગ્રાહકોના એકાઉન્ટ્સની વિગતોમાં ફેરફારો કરી તેમાંથી 896,645 પાઉન્ડ અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. લેસ્ટરના એપોલો કોર્ટના રહેવાસી ઈસ્સાકે ફ્રોડ અને કોમ્પ્યુટરના દુરુપયોગના ગુનાઓ કબૂલ કર્યા હતા. ઈસ્સાકે ગ્રાહકના અન્ય લોકોના ખાતાઓમાં રકમો મોકલી હતી. ઈસ્સાકે પૂછપરછમાં તેણે બેન્કના અધિકારીઓને જણાવ્યું હતું કે ગ્રાહકે તેને ફેરફાર કરવા સૂચના આપી હતી.

તપાસ પછી ઈસ્સાક બેન્કની નોકરી છોડી બ્રિટિશ ગેસમાં જોડાયો હતો અને આવક વધારવા કોકેઈન વેચવા માંડ્યું હતું. ઈસ્સાકે ક્લાસ એ ડ્રગ્સ વેચવાના ઈરાદાથી રાખેલા કોકેઈનના પુરવઠા, ગેરકાય.દે શસ્ત્ર અને ક્રિમિનલ પ્રોપર્ટીના કબજાના ગુનાઓ પણ કબૂલ્યા હતા.

લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે ત્રણ ગ્રાહકોએ તેમની જાણ કે ઓથોરિટી વિના જ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અથવા બિલ્સની ચૂકવણીઓ કરાઈ હોવાનું નોંધ્યું હતું તેમ HSBC બેન્કની જાણમાં આવ્યું હતું. આ ત્રણ ગ્રાહકો નાઈજિરિયન હતા અને યુકેમાં આ નાણાકીય વ્યવહારો થયા ત્યારે તેમના દેશમાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter