બેફામ ડ્રાઇવિંગ માટે સ્લાઉના અબ્દુલ રહેમાનને 1200 પાઉન્ડનો દંડ

Tuesday 06th January 2026 09:30 EST
 

લંડનઃ સ્લાઉના 25 વર્ષીય અબ્દુલ રહેમાન ઇસ્માઇલને બેફામ ડ્રાઇવિંગ માટે 1200 કરતાં વધુ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. 15 ઓક્ટોબર 2025ના રોજ અબ્દુલે ડોર્નીહિલ સાઉથ પર બીકન્સફિલ્ડ અને ફાર્નહામ વચ્ચે બેદરકારીપુર્વક વાહન હંકાર્યું હતું. અદાલતે તેને આ માટે 769 પાઉન્ડનો દંડ અને તેના ડ્રાઇવિંગ લાયસન્સ પર 9 પેનલ્ટી પોઇન્ટનો આદેશ આપ્યો હતો. ઇસ્માઇલને કોર્ટ કોસ્ટ પેટે 130 પાઉન્ડ અને 308 પાઉન્ડ સરચાર્જ ચૂકવવાનો પણ આદેશ અપાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter