બેફામ ડ્રાઇવિંગથી સાયકલ ચાલકનું મોત થશે તો આજીવન કેદ

Tuesday 27th June 2023 13:47 EDT
 
 

લંડનઃ બેફામ કાર ડ્રાઇવિંગના કારણે અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત થશે તો તેના માટે કાર ડ્રાઇવરને આજીવન કેદની સજા થઇ શકે છે. ન્યાયાધીશોને માર્ગદર્શન આપતી સેન્ટેન્સિંગ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ભયજનક ડ્રાઇવિંગ માટે કાર ડ્રાઇવર કસૂરવાર ઠરશે તો સાયકલ ચાલકની હત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવશે. સરકારે ભયજનક ડ્રાઇવિંગના કારણે મોત થાય તો ચાલક માટેની સજા 14 વર્ષથી વધારીને આજીવન કેદ કરવા અને ડ્રાઇવિંગ પરનો પ્રતિબંધ બે વર્ષથી પાંચ વર્ષનો કરવા નિર્ણય લીધા બાદ સેન્ટેન્સિંગ કાઉન્સિલ દ્વારા નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાહદારીઓ અને સાયકલ ચાલકોને વધુ સુરક્ષા પ્રદાન કરવા માટે કાર ચાલકોની જવાબદારીમાં વધારો કરીને હાઇવે કોડ વધુ આકરો બનાવવામાં આવ્યો છે.

રાહદારીને ઇજા પહોંચાડવા માટે ઇ-સ્કૂટર ચાલકને બે વર્ષ સુધીની કેદ થશે

જો કોઇ ઇ-સ્કૂટર ચાલક દ્વારા રાહદારીને ઇજા પહોંચાડવામાં આવશે તો તેને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે. નવી સેન્ટેન્સિંગ ગાઇડલાઇ અનુસાર કાઉન્સિલે ન્યાયાધીશોને ભયજનક ડ્રાઇવિંગ દ્વારા રાહદારીને ઇજા પહોંચાડનારા ઇ-સ્કૂટર ચાલક અને સાયકલ ચાલકને સજા કરવા માટે ઓફેન્સિસ અગેન્સ્ટધ પર્સન એક્ટ 1861ની કલમ 35નો ઉપયોગ કરવાની સૂચના આપી છે. ઇ-સ્કૂટર માટેની સ્પીડ લિમિટ 12.5 માઇલ પ્રતિ કલાકની છે તેમ છતાં ઘણા ચાલકો દ્વારા આ મર્યાદાનું ઉલ્લંઘન કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter