લંડન
બ્રિટનમાં વધી રહેલી મોંઘવારીના પગલે બેઘરોની સંખ્યામાં પણ મોટો વધારો થઇ રહ્યો છે. એક અગ્રણી હોમલેસનેસ ચેરિટીના જણાવ્યા અનુસાર લંડનની સડકો પર સૂતા બેઘર લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
કમ્બાઇન્ડ હોમલેસનેસ એન્ડ ઇન્ફર્મેશન નેટવર્ક (ચેઇન) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર એપ્રિલથી જૂન મહિના વચ્ચે ઓછામાં ઓછા 3000 બેઘર લોકો લંડનની સડકો અને શેરીઓમા સૂતા જોવા મળ્યા હતા. 2021ના આજ સમયગાળા કરતાં આ સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. 2022ના પ્રથમ 3 મહિનામાં બેઘરોની સંખ્યામાં 16 ટકાનો વધારો થયો હતો. તેમાંથી 50 ટકા લોકો તો પહેલીવાર આ રીતે સડકો પર સૂઇ રહ્યાં હતાં. આ નવા આંકડા ચિંતાજનક છે. ચેઇનના ડિરેક્ટર પેટ્રા સાલ્વા કહે છે કે અમારી નિષ્ણાત ટીમો દરરોજ સવારે અને રાત્રે લંડનની સડકો પર ફરે છે અને મોટી સંખ્યામાં લોકોને સડકો અને શેરીઓમાં સૂતા જોઇ રહી છે. કોરોના મહામારીમાં સરકાર દ્વારા અપાયેલી રહેવાની વ્યવસ્થા બંધ થવા અને મોંઘવારીમાં થઇ રહેલા બેફામ વધારાના કારણે આ આંકડો વધી રહ્યો છે. ઘણા પરિવારો મોઘવારીમાં પોતાના ઘર ગુમાવે તેવી સંભાવનાના કારણે બેઘરોની સમસ્યા બદતર બની શકે છે. છેલ્લા 3 મહિનામાં બેઘરોની સંખ્યામાં 13 ટકાનો વધારો થયો છે,


