લંડન
દેશમાં વધી રહેલી મોંઘવારીના કારણે એક પછી એક વેપાર ધંધા બંધ થઇ રહ્યાં છે. ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસિઝના અધ્યક્ષ માર્ટિન મેકટેગે આ મામલામાં સરકારના તાકિદે હસ્તક્ષેપની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કાર્યકારી પીએમ બોરિસ જ્હોન્સન વેકેશન ગાળવામાં મસ્ત છે અને જાણે કે સરકારને લકવો મારી ગયો છે. મોંઘવારી સામે લડવા માટે જનતાને વધુ સહાય કરવાના ઠાલાં વચનો વચ્ચે બાકીની સરકાર તરફથી કોઇ પગલાં લેવાઇ રહ્યાં નથી. વધી રહેલા કરવેરા, એનર્જી કોસ્ટ, ફુગાવા અને ઘટી રહેલા આર્થિક વિકાસના ઝેરી કોકટેલને અટકાવવાની તાતી જરૂર છે. કોસ્ટ ઓફ ડુઇંગ બિઝનેસ ક્રાઇસિસ પર ધ્યાન નહીં અપાય ત્યાં સુધી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસની સમસ્યાનો ઉકેલ મળશે નહીં. તાજેતરમાં જ કેટલાંક બિઝનેસ બંધ થયાં છે જેમને દેશભરના અખબારોમાં મથાળામાં સ્થાન પ્રાપ્ત થયું છે.
સ્કોટલેન્ડના આબરદીનમા આવેલ રોયલ ક્રાઉન ચાઇનિઝ ટેકઅવેનું વીજળીનું બિલ 10,000 પાઉન્ડ સુધી વધી જતાં તેને બંધ કરી દેવાઇ છે. માલિક માર્ટિન ટેન્ગે જણાવ્યું હતું કે, મેં મારી 40 વર્ષ દુકાન બંધ કરી દીધી છે. મને મારા દરેક ઓર્ડર પર નુકસાન જઇ રહ્યું છે. મારા બિઝનેસને ખતમ કરી નાખવા તકે પુરતું છે.
રિચર્ડ સ્ટુઅર્ટ – બ્રાઉન બેલફાસ્ટમાં આવેસ તેમના મોલી બ્રાઉન ડોગ ફ્રેન્ડલી ટીમ રૂમ સપ્ટેમ્બરમાં બંધ કરી રહ્યા છે. તેમનું વીજળીનું બિલ 10 સપ્તાહમાં 4000 પાઉન્ડ આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હજુ અમે લોકડાઉનના નુકસાનમાંથી રિકવર થઇને ઊભા થઇ શકીએ તે પહેલાં જ અમારા ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. વીજળીનું બે મહિનાનું બિલ 4000 પાઉન્ડ આવ્યું છે જે અમને પરવડે તેમ નથી. ઓગસ્ટના બિલમાં વધારો થવાની નોટિસ પણ આવી ચૂકી છે. યોર્કશાયરમાં આવેલ પાંચ વર્ષ જૂના ઇટાલિયન રેસ્ટોરન્ટ સેન્ટોનીને વીજળીનું માસિક બિલ 2000 પાઉન્ડ પર પહોંચી જતાં બંધ કરવાની ફરડ પડી રહી છે. બાથ નજીક આવેલી 280 વર્ષ જૂની ફોકલેન્ડ ઇન હોટેલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. લેન્ડલોર્ડ એન્ડી માકેન કહે છે કે એપ્રિલથી અમારા ગેસ અને એનર્જી બિલ બમણા થયાં છે ડેના કારણે અમારે વાર્ષિક 20,000 પાઉન્ડ ચૂકવવા પડશે. અમારો નફો સંપુર્ણપણે ધોવાઇ જશે. વીજળીના વધી રહેલા બિલના કારણે વેટફોર્ડમાં સીફૂડ કંપની બંધ કરવામાં આવી રહી છે. તેના માલિક કહે છે કે અમે ફેક્ટરીને નેધરલેન્ડમાં સ્થળાંતર કરી રહ્યાં છીએ.


