લંડનઃ ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) ના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેરોજગારીનો દર અણધારી રીતે 4.9 ટકાથી વધીને 5 ટકા પર પહોંચ્યો છે અને પેરોલમાં મોટો ઘટાડો નોંધાયો છે.
એપ્રિલ મહિનામાં માસિક પેરોલમાં 100,000 નો ઘટાડો નોંધાયો છે, જે અંદાજિત 28,000 ના ઘટાડા કરતાં ઘણો વધારે છે. આ અગાઉ માર્ચ મહિનામાં પણ પેરોલમાં 28,000 નો ઘટાડો થયો હતો. નોકરીઓની વેકેન્સી ઘટીને છેલ્લા પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.
ONS ના ઈકોનોમિક સ્ટેટિસ્ટિક્સ ડાયરેક્ટર લિઝ મેકકોઉને જણાવ્યું હતું કે, હોસ્પિટાલિટી અને રિટેલ જેવા ઓછા વેતન ધરાવતા ક્ષેત્રોમાં તાજેતરના મહિનાઓમાં અને છેલ્લા એક વર્ષમાં વેકેન્સી અને પેરોલની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

