બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમને ગ્લોબલ ઇન્ડિયન આઇકોન એવોર્ડ

નેહરૂ સેન્ટર લંડનને યુકે-ઇન્ડિયા એવોર્ડ, , શેખર કપૂર લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત

Tuesday 04th July 2023 12:02 EDT
 
 

લંડનઃ સાઉથ-ઇસ્ટર્ન ઇંગ્લેન્ડમાં વિન્ડસર ખાતે આયોજિત યુકે-ઇન્ડિયા એવોર્ડ્સમાં ભારતની સ્પોર્ટિંગ લિજન્ડ અને વિમેન્સ બોક્સિંગમાં ઓલિમ્પિકમાં પહેલી ભારતીય મેડલ વિજેતા મેરી કોમને ગ્લોબલ ઇન્ડિયન આઇકોન એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. ગયા ગુરુવારે આયોજિત એક ભવ્ય સમારોહમાં યુકે સ્થિત ભારતીય હાઇકમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીના હસ્તે મેરી કોમને આ એવોર્ડ એનાયત કરાયો હતો.

ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ એલિઝાબેથઃ ધ ગોલ્ડન એજમાં યોગદાન આપનારા ફિલ્મ નિર્માતા શેખર કપૂરને સિનેમા જગતમાં યોગદાન માટે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. ભારતીય હાઇ કમિશનની સાંસ્કૃતિક પાંખ નેહરૂ સેન્ટરને યુકે અને ભારત વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર યોગદાન માટે યુકે-ઇન્ડિયા એવોર્ડ અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter