લંડનઃ બોગસ ઇન્શ્યુરન્સ ક્લેઇમ દ્વારા 3,20,000 પાઉન્ડની છેતરપિંડી કરનાર રાજુ પટેલ અને કમલેશ વડુકુલ સહિતના લોકોને જેલની સજા કરાઇ છે. રીંગ લીડર્સ રાજુ પટેલ અને કમલેશ વડુકુલ માર્ગ અકસ્માતમાં થયેલા નુકસાન માટે વ્હિકલ રિપેર ફાઇનાન્સ સર્વિસ અને બોગસ વીમા દાવાઓ દ્વારા આ છેતરપિંડી આચરી હતી. નિર્દોષ વાહનચાલકો સાથે જાણીજોઇને અકસ્માત સર્જવા અને આ છેતરપિંડીમાં મદદ કરનારા અન્ય આઠને પણ સજા કરાઇ છે.
કોને કેટલી સજા
રાજુ પટેલ – 5 વર્ષ, કમલેશ વડુકુલ – 4 વર્ષ 1 માસ, અમરજિત ધાલિવાલ – 19 સપ્તાહ, ડિમ્પલ ઘેરા – 12 માસનો કોમ્યુનિટી ઓર્ડર, આકિબ હુસેન – 22 સપ્તાહની જેલ, મિનાતા જાલોહ – 12 મહિના કન્ડિશનલ ડિસ્ચાર્જ, સાકિબ ખાન – 12 માસનો કોમ્યુનિટી ઓર્ડર, આસિદ નદીમ – 24 સપ્તાહની જેલ, જેમ્સ પેને – 12 માસનો કોમ્યુનિટી ઓર્ડર, અમજદ રહેમાન – 24 સપ્તાહની જેલ