બોજા તળે દટાયેલી ફાર્મસીઓએ મહત્વની સેવાઓ આપવાનું બંધ કર્યું

ફાર્મસી નેટવર્ક ભાંગી પડવાની કિંમત દર્દીઓ અને સ્થાનિક સમુદાયો ચૂકવી રહ્યાં છે

Tuesday 13th August 2024 11:54 EDT
 
 

લંડનઃ વધી ગયેલા આર્થિક અને કામકાજના બોજાના કારણે ઇંગ્લેન્ડની ફાર્મસીઓ એનએચએસ અને પબ્લિક હેલ્થ સેવાઓ આપી શક્તી નથી. એક રિસર્ચમાં 96 ટકા ફાર્માસિસ્ટે જણાવ્યું હતું કે, અમે છેલ્લા 12 મહિનાથી સ્થાનિક સ્તરે મંજૂર કરાયેલી સેવાઓ આપવાનું બંધ કરી દીધું છે. જેમાં ઇમર્જન્સી કોન્ટ્રાસેપ્શન અને ધુમ્રપાન છોડવામાં મદદરૂપ ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે.

81 ટકા ફાર્મસી માલિકોએ જણાવ્યું હતું કે, અમે હવે વધારાનો સમય કામ કરવાનું બંધ કરી દીધું છે. 90 ટકે તો ઊંચા વેતન ન પોસાતા હોવાના કારણે લોકુમ ફાર્માસિસ્ટને નોકરી પર રાખવાનું અટકાવી દીધું છે. ઘણી ફાર્મસીએ દર્દીઓને દવાઓની વિનામૂલ્યે ડિલિવરી બંધ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2017થી અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડમાં 1000 ફાર્મસી બંધ થઇ ચૂકી છે. કોમ્યુનિટી ફાર્મસી ઇંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ જેનેટ મોરિસન કહે છે કે ફાર્મસી નેટવર્ક ભાંગી પડવાની કિંમત દર્દીઓ અને સ્થાનિક સમુદાયો ચૂકવી રહ્યાં છે. હજારો ફાર્મસીઓ પાસે સેવાઓ ઘટાડવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter