લંડનઃ હેરો પ્રાઇમરી સ્કૂલની 10 વર્ષીય બોધાના સિવાનંદને યુકે ઓપન બ્લિત્ઝ ચેમ્પિયનશિપમાં મહિલાઓ માટેનો પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. લિમિંગ્ટન સ્પા ખાતે શનિવારે આયોજિત સ્પર્ધામાં વિજેતા બનવા માટે બોધાનાને 500 પાઉન્ડની ઇનામી રકમ સાથેનો પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો હતો. બોધાનાએ 15માંથી 13.5 પોઇન્ટ હાંસલ કરીને વર્તમાન ચેમ્પિયન એલ્મિરા મેરઝોવાને પરાજિત કરી હતી.
બોધાના યુકેની ઉભરતી શતરંજની ખેલાડી છે. તેણે ગયા મહિને ગ્રીસ ખાતે યુરોપિયન ક્લબ કપ સ્પર્ધામાં પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ગ્રાન્ડ માસ્ટર મારિયા મુઝિચુકને પરાજિત કરી હતી.

