બોબ બ્લેકમેને પીએમ મોદીને નિશાન બનાવતા વીડિયોની પોલીસ તપાસની માંગ કરી

વીડિયોના કારણે ભારતીય ડાયસ્પોરામાં ભારે રોષ

Tuesday 19th May 2026 12:29 EDT
 
 

લંડન: એક કટ્ટરપંથી જૂથ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બનાવવામાં આવેલો આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થતા બ્રિટિશ સાંસદે આ મામલે પોલીસને તપાસ કરવા અપીલ કરી છે. આ વીડિયોને કારણે ભારતીય ડાયસ્પોરામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લેસ્ટર ઈસ્ટના હિન્દુ સમુદાય સંગઠન જૂથના કન્વીનર વિનોદ પોપટે જણાવ્યું હતું કે, એક વર્ષ જૂનો આ વીડિયો ફરીથી વાયરલ થયો છે. આ પ્રકારની સામગ્રી હિન્દુ સમુદાયમાં અશાંતિ ભડકાવી શકે છે.

બ્લેકમેને આ વીડિયોને રિ-ટ્વીટ કરતા તેને અત્યંત નિમ્ન કક્ષાનો અને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે. બ્રિટિશ હિન્દુઓ માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના અધ્યક્ષ તરીકે તેમણે જણાવ્યું હતું કે, હું પોલીસ પાસે આ ફૂટેજની તાત્કાલિક તપાસ કરવાની અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા આ મામલે કાયદેસરના આરોપો ઘડવામાં આવે તેવી માંગ કરું છું.

આ વીડિયોમાં બર્મિંગહામના "Deen1fied" નામના મુસ્લિમ જૂથ સાથે જોડાયેલા બ્રિટિશ મૂળના કાર્યકર શકીલ અફસાર દ્વારા ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સામગ્રી સૌપ્રથમ મે 2025માં પોસ્ટ કરવામાં આવી હતી, જોકે હાલમાં તે કયા કારણોસર ફરી ચર્ચામાં આવી છે તે સ્પષ્ટ નથી. લેસ્ટર પોલીસે પુષ્ટિ કરી છે કે તેઓ આ વિષયવસ્તુ અંગે વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના સંપર્કમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter