બોલ્ટનમાં ગમખ્વાર અકસ્માતમાં 3 મુસ્લિમ સગીર સહિત 4નાં મોત

પાંચ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

Tuesday 13th January 2026 10:16 EST
 
 

લંડનઃ બોલ્ટનમાં વિગન રોડ પર રવિવારે મધરાત બાદ કાર અને ટેક્સી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 સગીર અને એક આધેડનાં મોત થયાં હતાં જ્યારે અન્ય પાંચને ઇજા પહોંચી હતી. અક્સ્માતમાં બંને વાહનના ચાલકો માર્યા ગયાં હતાં.

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માતમાં 3 સગીર મુહમ્મદ દાનિયાલ અસગર અલિ, ફરહાન પટેલ અને મોહમ્મદ જિબ્રાએલ મુખ્તાર, ટેક્સી ડ્રાઇવર માસરોબ અલીના મોત થયાં હતાં. અકસ્માત સ્થળની નજીક રહેતી નીલમ ખાને જણાવ્યું હતું કે, અકસ્માત અત્યંત ભયાનક હતો અને બંને વાહનનો કાટમાળ ચોતરફ વિખરાઇ ગયો હતો. કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ફાયર ફાઇટર્સને કટિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો પડ્યો હતો. પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter