લંડન, નવી દિલ્હીઃ બ્રિટન અને કેનેડાસ્થિત પાકિસ્તાની મુસ્લિમો અને સંગઠનો ખાલિસ્તાનીઓની મદદ કરી રહ્યા હોવાનો દાવો ભારતીય સેનાના નિવૃત્ત મેજર જનરલ ધ્રુવ સી. કટોચે કર્યો છે આ બન્ને દેશના કેટલાક ગુરુદ્વારા થકી ખાલિસ્તાનની માંગ કરતા લોકો તેમજ એવી ગતિવિધિ કરનારાને પ્રોત્સાહન આપવા આર્થિક મદદ કરાઈ રહી છે.
કટોચે કહ્યું હતું કે, સૌથી વધુ નાણા કેનેડા અને બ્રિટનમાંથી મળી રહ્યા છે. જોકે, તે દેશોની સરકારોની કોઈ ભૂમિકા નથી. આ મદદગારો પાકિસ્તાનની આઇએએસઆઇના પણ સંપર્કમાં છે. તેઓ બ્રિટનમાં આ મુવમેન્ટને વધુ જલદ બનાવવા સક્રિય છે. ભારતની અખંડિતતાને નુકસાન પહોંચાડવા માટે પાકિસ્તાન પ્રો-ખાલિસ્તાન એજન્ડા ચલાવી રહ્યું છે.