લંડન
રિશી સુનાકની વડાપ્રધાનપદે વરણી થતાં જ બ્રિટન વિશ્વનો 12મો દેશ બની ગયો છે જ્યાં ભારતીય મૂળની વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઇ હોય. રિશી સુનાક બ્રિટનના વડાપ્રધાનપદે બિરાજનારા પહેલા એશિયન અને ભારતીય મૂળના બ્રિટિશર છે. એવું નથી કે બ્રિટન એવો પહેલો દેશ છે જ્યાં ભારતીય મૂળની વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત થઇ હોય. મોરેશિયસમાં જગન્નાથ અને રૂપુન સહિત 9 ભારતીય મૂળના લોકો વડાપ્રધાન બની ચૂક્યાં છે. તેવી જ રીતે સુરિનામમાં અત્યાર સુધીમાં પાંચ ભારતીય મૂળના પ્રમુખ ચૂંટાયા છે. ગુયાનામાં ચાર અને સિંગાપોરમાં 3 ભારતીય વ્યક્તિ દેશના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન થઇ ચૂક્યાં છે. આ ઉપરાંત ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, પોર્ટુગલ, મલેશિયા, ફિજી, આયર્લેન્ડ અને સેશેલ્સમાં પણ ભારતીય મૂળના લોકો સર્વોચ્ચ હોદ્દા પર ચૂંટાઇ ચૂક્યાં છે.
વિવિધ દેશોમાં હાલમાં સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન ભારતીય મૂળના લોકો
- એન્ટોનિયો કોસ્ટા – વડાપ્રધાન – પોર્ટુગલ
- મોહમ્મદ ઇરફાન – પ્રમુખ – ગુયાના
- પ્રવિન્દ જગન્નાથ – વડાપ્રધાન – મોરેશિયસ
- પૃથ્વીરાજસિંહ રૂપુન – પ્રમુખ – મોરેશિયસ
- ચંદ્રિકાપ્રસાદ સંતોખી – પ્રમુખ – સુરિનામ
- કમલા હેરિસ – વાઇસ પ્રેસિડેન્ટ – અમેરિકા
- રિશી સુનાક – વડાપ્રધાન – બ્રિટન


