લંડનઃ અમેરિકા અને બ્રિટને રશિયા, ચીન અને આર્થિક અસ્થિરતાનો સામનો કરવા નવી સમજૂતિ કરી છે. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી મંત્રણામાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે યુક્રેન પરના રશિયાના આક્રમણથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના મુદ્દા પર ચર્ચા કરી હતી. બંને નેતાઓ દ્વારા એટલાન્ટિક ડેકલેરેશન પર હસ્તાક્ષર કરાયા હતા જે અંતર્ગત બંને દેશ વચ્ચેના ઔદ્યોગિક, સંરક્ષણ અને રિન્યૂએબલ એનર્જી સંબંધોને વેગ આપવા સહમતિ સધાઇ હતી. ડેકલેરેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકા અને બ્રિટન આંતરરાષ્ટ્રીય સ્થિરતા સામેના પડકારોનો સામનો કરી રહ્યાં છે.
બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, એટલાન્ટિક ડેકલેરેશન રશિયાના આક્રમણના કારણે એનર્જી માર્કેટમાં આવેલી અસ્થિરતાનો સામનો કરવા માટે અમેરિકા અને બ્રિટનને સહાય કરશે.

