લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને કેન્યાના પ્રમુખ વિલિયમ રૂટો વચ્ચે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મંગળવારે મુલાકાત યોજાઇ હતી. બંને નેતા વચ્ચે યુકે અને કેન્યા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા આર્થિક વિકાસ અને પ્રાદેશિક સુરક્ષા અંગે ચર્ચા થઇ હતી. કેન્યાથી યુરોપમાં માઇગ્રેશન અટકાવવા, કેન્યામાં ઇમિગ્રેશન ક્રાઇમ અને માનવ તસ્કરીનું પ્રમાણ ઘટાડવા બંને દેશ વચ્ચે નવો સિક્યુરિટી કરાર કરાયો છે. તે ઉપરાંત વેપાર અને નૈરોબી રેલવે સિટી પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરાઇ હતી.