યુકેનો પૂર્વ શિક્ષક બાળકો સાથે સેક્સની તસવીરો માટે ભારતના સગીરોને લાખો પાઉન્ડ ચૂકવતો હતો
લંડનઃ ભારતમાં નાના બાળકોનું શારીરિક શોષણ કરવાનું શીખવવા સગીરોને લાખો પાઉન્ડ ચૂકવવાનો અપરાધ સેન્ટ થોમસ બેટરસીના પૂર્વ શિક્ષકે કબૂલી લીધો છે. નવેમ્બર 2022માં નેશનલ ક્રાઇમ એજન્સીએ 34 વર્ષીય શિક્ષક મેથ્યૂ સ્મિથની ધરપકડ કરી હતી. મેથ્યૂ સ્મિથે ડાર્ક વેબ પર શારીરિક શોષણનું મટિરિયલ ડાર્ક વેબ પર પ્રસિદ્ધ કર્યા બાદ તેના કરતૂત બહાર આવ્યાં હતાં. સેન્ટ થોમસ બેટરસી લંડનની ખ્યાતનામ શાળા છે. પ્રિન્સ વિલિયમનો પુત્ર પ્રિન્સ જ્યોર્જ પણ આ શાળામાં અભ્યાસ કરે છે.મેથ્યૂ સ્મિથ ભારતમાં વસતા સગીરોને નાના બાળકો સાથે સેક્સ કરતી તસવીરો મોકલવા માટે નાણા ચૂકવતો હતો. તપાસકર્તાઓને મેથ્યૂના કોમ્પ્યુટરમાં બાળકોનું શારીરિક શોષણ દર્શાવતી ઘણી ડાર્ક વેબસાઇટ મળી આવી હતી. તેના પર 13 વર્ષથી નાના બાળકોનું શારીરિક શોષણ કરાવવા માટેના આરોપ ઘડાયાં છે.તપાસમાં જાણવા મળ્યું હતું કે મેથ્યૂ સ્મિથે ભારતના એક સગીરને બાળક સાથે સેક્સ કરતી તસવીરો માટે 65,398 પાઉન્ડ ચૂકવ્યા હતા. તે સમયે મેથ્યૂ નેપાળમાં રહેતો હતો પરંતુ જુલાઇ 2022માં તે યુકે પરત ફર્યો હતો અને લંડનની પ્રાથમિક શાળામાં જોડાયો હતો. મેથ્યૂના લેપટોપમાંથી બાળકો સાથે સેક્સની 1,20,000 તસવીરો અને વીડિયો મળી આવ્યાં હતાં.
ચાઇલ્ડ સેક્સ વેબસાઇટ ચલાવતા ભારતીય મૂળના ડોક્ટરને 6 વર્ષની કેદ
લંડનઃ લંડનમાં સાઇકિયાટ્રિસ્ટ તરીકે ફરજ બજાવનાર ભારતીય મૂળના ડોક્ટરને ચાઇલ્ડ સેક્સ વેબસાઇટ ચલાવવા માટે દોષી ઠેરવી યુકેની અદાલત દ્વારા 6 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. સાઉથ ઇસ્ટ લંડનના લેવિશેમ ખાતેના વતની 33 વર્ષીય ડો.કબીર ગર્ગ ધ એનેક્સ નામની વેબસાઇટના સંચાલકો પૈકીના એક તરીકે યુકેની નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા શોધી કઢાયો હતો. આ વેબસાઇટ સમગ્ર વિશ્વમાં 90,000 કરતાં વધુ સભ્યો ધરાવતી હતી.વૂલવિચ ક્રાઇન કોર્ટ દ્વારા 23 જૂનના રોજ ડો.ગર્ગને સજાની સુનાવણી કરાઇ હતી. તેને આજીવન માટે સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં સમાવવાનો આદેશ પણ અદાલતે આપ્યો હતો. જાન્યુઆરી 2023માં તેને બાળકોના જાતીય શોષણ સહિતના આઠ આરોપ, બાળકોની અશ્લિલ તસવીરોના પ્રસાર સહિતના 3 આરોપ માટે દોષી ઠેરવાયો હતો. આ માટે તે ડાર્ક વેબનો ઉપયોગ કરતો હતો અને બાળકોનું શોષણ કરતા લોકો સાથે ભયાનક અપરાધોની ચર્ચા પણ કરતો હતો.નેશનલ ક્રાઇમ એજન્સીઓ નવેમ્બર 2022માં ગર્ગની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે ડો. ગર્ગ તેના લેપટોપ પર ડાર્ક વેબ પર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો. હાલમાં આ વેબસાઇટ એક્ટિવ નથી પરંતુ તેનું એક કંપનીની જેમ સંચાલન કરાતું અને 30 વ્યક્તિ તેના એડમિનિસ્ટ્રેટર હતા.
ભાડાના વિવાદમાં શીખ ટેક્સી ડ્રાઇવરની હત્યા માટે બ્રિટિશ દોષી
લંડનઃ ઓક્ટોબર 2022માં શીખ ટેક્સી ડ્રાઇવર 59 વર્ષીય અનખ સિંહની હત્યા માટે વોલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટ દ્વારા 36 વર્ષીય ટોમાઝ માર્ગોલને દોષી ઠેરવવામાં આવ્યો છે. ટેક્સી ભાડાની ચૂકવણીના મામલે થયેલી રકઝકમાં માર્ગોલે અનખસિંહની હત્યા કરી નાખી હતી. આગામી મહિને માર્ગોલની સજાની સુનાવણી કરાશે. અનખસિંહ એક સામાન્ય વ્યક્તિ હતા અને તેઓ ફક્ત તેમનું કામ કરી રહ્યાં હતાં.
ડ્રગ્સ સપ્લાય માટે સગીરોનો ઉપયોગ કરતી સરિના દુગ્ગલને 7 વર્ષની કેદ
લંડનઃ યુકેમાં માદક દ્રવ્યોના સપ્લાય માટે સગીર બાળકોનો ઉપયોગ કરવા માટે ભારતીય મૂળની 28 વર્ષીય મહિલાને 7 વર્ષની કેદની સજા મળી છે. સરિના દુગ્ગલ 6 સભ્યોની ગેંગમાં સામેલ હતી જે લંડન, બર્મિંગહામ, બોર્નમાઉથમાં માદક દ્રવ્યોનો ગોરખધંધો ચલાવતી હતી. બોર્નમાઉથની ક્રાઉન કોર્ટ દ્વારા સાત સપ્તાહ લાંબી ટ્રાયલ બાદ દુગ્ગલ સહિત આ ગેંગના સભયોને કુલ 39 વર્ષ કરતાં વધુની જેલની સજા કરાઇ હતી.
બર્મિંગહામની કેનાલમાં ડૂબી જવાથી ભારતીય વિદ્યાર્થીનું મોત
લંડનઃ બર્મિંગહામ ખાતે એક કરૂણ દુર્ઘટનામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. પોલીસે મેટ્રોન્સ વોક ખાતે આવેલી વોર્સેસ્ટર-બર્મિંગહામ કેનાલમાંથી શિવકુમારનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ભારતના કોઇમ્બતૂરનો મૂળ વતની એવો શિવકુમાર બર્મિંગહામની એસ્ટોન યુનિવર્સિટી ખાતે સ્ટ્રેટેજી એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસમાં એમએસસી કરી રહ્યો હતો. શિવકુમાર સપ્ટેમ્બર 2022માં યુકે અભ્યાસાર્થે આવ્યો હતો. તેણે કોઇમ્બતુરની શ્રીક્રિશ્ના કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી બીઇ ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન્સનો અભ્યાસ કર્યો હતો. પોલીસ આ મામલામાં વધુ તપાસ કરી રહી છે.


