બ્રિટન ચીનને દુશ્મન દેશ જાહેર કરે તેવી સંભાવના

Wednesday 19th October 2022 04:58 EDT
 
 

લંડન

બ્રિટનના સંભવિત દુશ્મનો અંગેની વ્યૂહાત્મક સમીક્ષામાં ચીનને સત્તાવાર રીતે દુશ્મન દેશ જાહેર કરાય તેવી સંભાવના છે. 2021માં તત્કાલિન પીએમ બોરિસ જ્હોન્સન દ્વારા હાથ ધરાયેલી સમીક્ષામાં ચીનને એક કટ્ટર સ્પર્ધક દેશ તરીકે જાહેર કરાયો હતો. હવે લિઝ ટ્રસ સરકાર ચીન પ્રત્યે તેનું વલણ વધુ આકરું બનાવવાની તૈયારી કરી રહી છે. સર જેરેમી ફ્લેમિંગે જણાવ્યું હતું કે, ચીનની અપાર શક્તિઓ અને તેના દ્વારા લેવાઇ રહેલાં પગલાં બ્રિટન માટે ધમકીરૂપ પૂરવાર થઇ શકે છે. ચીન દ્વારા હાંસલ કરાઇ રહેલું ટેકનિકલ પ્રભુત્વ આંતરરાષ્ટ્રીય સિસ્ટમને પડકાર આપી રહ્યું છે. એક સરકારી સૂત્રે જણાવ્યું હતું કે, ચીન તરફથી સર્જાઇ રહેલી ધમકીના સ્તરને વધારવામાં આવે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter