બ્રિટન રેસિસ્ટ દેશ નથી, ભારતીય મૂલ્યોની મદદથી પાર્ટી મજબૂત કરીઃ સુનાક

Tuesday 10th October 2023 13:04 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન તરીકે સૌપ્રથમ કન્ઝર્વેટિવ કોન્ફરન્સને સંબોધન કરતાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટન વંશીય ભેદભાવ કરનારો દેશ નથી અને મારી સ્ટોરી બ્રિટિશ સ્ટોરી છે. તમે કોઇને પણ એમ કહેવા દેશો નહીં કે બ્રિટન એક રેસિસ્ટ દેશ છે. મારી જિંદગીની સફર જ જોઇ લો. મારો પરિવાર બ્રિટનમાં આવ્યો ત્યારે તેમની પાસે કશું નહોતું. આજે મારા પરિવારની ત્રીજી પેઢી ડાઉનિંગ સ્ટ્રીટમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે કન્ઝર્વેટિવ પાર્ટી ઇમિગ્રન્ટને વડાપ્રધાન બનવાની તક આપી શકે છે. ટોરીઝે ઇમિગ્રન્ટ પરિવારોને શું આપ્યું છે તે તમે મારા કેબિનેટના સભ્યોમાં જોઇ શકો છો. ક્લેર કોન્ટિન્હો આજે એનર્જી સેક્રેટરી છે તો સુએલા બ્રેવરમેન હોમ સેક્રેટરી બન્યાં છે

બ્રિટિશ પ્રધાનમંત્રી રિશી સુનાક હંમેશા એ વાત પર ભાર મૂકતાં રહ્યા છે કે તેમને ભારતીય વારસા પર ગર્વ છે.  તેમણે માન્ચેસ્ટરમાં આયોજિત કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં ખુલાસો કર્યો કે કેવી રીતે બ્રિટનમાં સતત પાછળ રહેતી અને તૂટવા તરફ આગળ વધી રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીને એકીકૃત કરવામાં ભારતીય વારસાનાં મૂલ્યોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સુનાકે જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષા અમારો વારસો છે. ભારતથી આવેલા અમારા દાદા-દાદીના ડીએનએમાં આ વારસો છે. તેના દ્વારા જ અમે એકીકરણ પર કામ કર્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter