બ્રિટન વધુને વધુ રેસિસ્ટ દેશ બની રહ્યો છેઃ શબાના માહમૂદ

હું અને મારા પરિવારજનો પણ રેસિઝમનો સામનો કરી રહ્યાં છીએઃ હોમ સેક્રેટરી

Tuesday 25th November 2025 08:36 EST
 

લંડનઃ હોમ સેક્રેટરી શબાના માહમૂદે દાવો કર્યો છે કે બ્રિટન વધુને વધુ રેસિસ્ટ દેશ બની રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, યુકેમાં વંશીય સમુદાયો વચ્ચેના સંબંધો વણસી રહ્યાં છે. હું પણ રેસિઝમનો ભોગ બનેલી છું. દેશ વધુ રેસિસ્ટ બની રહ્યો છે કારણ કે લેબર સાંસદો સહિતના ડાબેરી વિચારધારા ધરાવતા લોકો ગેરકાયદેસર ઇમિગ્રેશનના વિરોધી બની રહ્યાં છે.

માહમૂદે જણાવ્યું હતું કે, મારો પોતાનો પરિવાર રેસિઝમનો ભોગ બનેલો છે. મારા પરિવારજનો, મારા માતા-પિતા, ભાઇ-બહેન અને પિતરાઇઓ એમ બધાએ રેસિઝમનો સામનો કર્યો છે. મારો પરિવાર જ નહીં પરંતુ હું જે સમુદાયમાંથી આવું છું તે પણ રેસિઝમનો શિકાર છે.

તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મુસ્લિમો અને અન્ય વંશીય લઘુમતી સમુદાયો વિરુદ્ધ રેસિઝમમાં વધારો જોવા મળી રહ્યો છે. જો તમે બ્રિટનમાં વંશીય લઘુમતી સમુદાયના સભ્ય છો તો કહી શકો છો કે યુકેમાં વંશીય સમુદાયો વચ્ચેના સંબંધો વણસી રહ્યાં છે. ઇમિગ્રેશન પર થઇ રહેલી રાજનીતિ હું સમજી શક્તી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter