બ્રિટનના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલ 2 પાઉન્ડ પ્રતિ લિટરને પાર

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની નિકાસ પર પ્રતિબંધ લાદવાની ધમકીને પગલે કિંમતોમાં આગ

Tuesday 06th October 2026 10:13 EDT
 
 

લંડનઃ અમેરિકી પ્રમુખે યુરોપીય દેશોને તેમના ઇંધણના રીર્ઝવ જથ્થાને બજારમાં મુકવાની માંગ કરી છે.  માંગ પૂર્ણ ન થવાની સ્થિતિમાં નિકાસ પર પ્રતિબંધ લાદવાની ધમકી આપતાં બ્રિટને યુરોપીય સહયોગીઓ સાથે કટોકટી સમીક્ષા હાથ ધરી છે. શુક્રવારે પ્રથમ વખત ડીઝલનો સરેરાશ ભાવ લિટરદીઠ 2 પાઉન્ડની સપાટી વટાવી ગયો હતો. જો ટ્રમ્પ અમેરિકી નિકાસ પર પ્રતિબંધ લાદવાનું પગલું ભરે તો ભાવો વધુ ઉંચકાવાની અને પુરવઠામાં અછત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

બ્રિટન પર આ કટોકટીની સૌથી વધુ અસર પડી શકે તેમ છે કારણ કે તેની પાસે માત્ર 40 દિવસનો ડીઝલ અનામત જથ્થો છે અને તે તેની આયાતના ચોથા ભાગ માટે અમેરિકા પર નિર્ભર છે. વ્હાઇટહોલના એક સૂત્રે વોશિંગ્ટનના આ વલણને આક્રમક વાટાઘાટોની રણનીતિ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જો યુરોપ અમેરિકાની માંગણીઓ સ્વીકારી લે તો શિયાળા દરમિયાન રાતા સમુદ્રનો જળમાર્ગ બંધ થવાની સ્થિતિમાં અત્યંત ગંભીર પુરવઠા અછત સર્જાઈ શકે છે. રિઝર્વ જથ્થો પુરવઠાની અછત સામે રક્ષણ મેળવવા માટે છે ઇંધણના ભાવો ઘટાડવા માટે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter