બ્રિટનના વૈજ્ઞાનિકો વિકસાવી રહ્યાં છે વિશ્વની સૌપ્રથમ ફેફસાના કેન્સરની વેક્સિન

Tuesday 26th March 2024 10:30 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સંશોધકો વિશ્વની સૌપ્રથમ ફેફસાના કેન્સર માટેની રસી વિકસાવી રહ્યાં છે. આ વેક્સિન ફેફસાના કેન્સરના કોષો પર રહેલા રેડ ફ્લેગ પ્રોટીનનો નાશ કરશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી, ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટિટ્યુટ અને યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકો દ્વારા આ વેક્સિન વિકસાવવામાં આવી રહી છે. લંગવેક્સ નામની આ વેક્સિન ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાનીવેક્સિન જેવી જ હશે. સંશોધકોની ટીમ દ્વારા પ્રારંભમાં 3000 વેક્સિન તૈયાર કરાશે.

બ્રિટનમાં ફેફસાનું કેન્સર સૌથી ઘાતકી છે. ફેફસાના કેન્સરના કારણે બ્રિટનમાં દર વર્ષે 50,000 કેસ અને 35,000 મોત નોંધાય છે. દર 10માંથી 7 કેસ ધુમ્રપાન સાથે સંકળાયેલા હોય છે. 55થી 74 વર્ષની વયના લોકોમાં ફેફસાનું કેન્સર થવાનું જોખમ સૌથી વધુ રહે છે. ફેફસાનું કેન્સર થયા બાદ 10 ટકા કરતાં પણ ઓછા દર્દી 10 કે તેથી વધુ વર્ષ જીવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter