બ્રિટનનું સૌથી શ્રેષ્ઠ ક્રિસમસ માર્કેટ કયું છે તે જાણવા માટે ક્રિસમસના તહેવાર પૂર્વે દેશમાં એક સરવે હાથ ધરાયો હતો. જેમાં માન્ચેસ્ટર ક્રિસમસ માર્કેટે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે તે ક્રિસમસ માર્કેટ કેટલો સમય ચાલે છે, નજીકમાં એકોમોડેશનના સરેરાશ દર શું છે? ઇન્સ્ટાગ્રામ અને ગુગલ પર માર્કેટની લોકપ્રિયતા કેટલી છે સહિતની અન્ય અનેક બાબતોને પણ સર્વેમાં ધ્યાનમાં લેવામાં આવી હતી. માન્ચેસ્ટરનું ક્રિસમસ માર્કેટ સરેરાશ 8 હજાર ઇન્સ્ટાગ્રામ મેન્શન અને 60 હજાર ગૂગલ સર્ચ ધરાવે છે. આ સર્વેમાં નોટિંગહામનું ક્રિસમસ માર્કેટ બીજા ક્રમે, લીડ્સનું ત્રીજા અને બર્મિંગહામનું ક્રિસમસ માર્કેટ ચોથા ક્રમ રહ્યું. જોકે બ્રિટનનું સૌથી મોટું ક્રિસમસ માર્કેટ તો હાઇડ પાર્કનું વિન્ટર વન્ડરલેન્ડ જ છે.


