બ્રિટનના સૌથી વયોવૃદ્ધ દંપતીએ ઉજવી ૮૧મી લગ્નતિથિ

Friday 21st January 2022 06:44 EST
 
 

બ્રિટનમાં સૌથી લાંબું દાંપત્યજીવન જીવી રહેલા વયોવૃદ્ધ દંપતી રોન બોન્ડ અને જોયસે ૮૧મી મેરેજ એનિવર્સરી ઉજવી છે. બન્નેને પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થઈ ગયો અને ૧૯૪૧માં તેઓ લગ્નબંધને બંધાયા. તે સમયે રોન ૨૧ વર્ષના ફૂટડા યુવાન હતા તો જોયસ ૧૯ વર્ષની કામણગારી યુવતી. આજે રોન બોન્ડ આજે ૧૦૨ વર્ષના છે અને જોયસ ૧૦૦ વર્ષનાં. બકિંગહામશાયરમાં વસવાટ કરી રહેલા આ દંપતી બે સંતાન અને પૌત્ર-પ્રપૌત્ર ધરાવે છે. તેમને જ્યારે આટલા લાંબા અને સુખી દાંપત્યજીવનનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કેટલીક ટિપ્સ આપી હતી. તેમણે કહ્યું કે અમારામાંથી કોઈ બોસ નથી. કંઈક આપીને કંઈક હાંસલ કરવાની વૃત્તિ જ લાંબા દાંપત્યજીવનનું રહસ્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter