બ્રિટનની 450 વર્ષ જૂની ક્વીન એલિઝાબેથ સ્કૂલ ભારતના ગુરુગ્રામમાં કેમ્પસ શરૂ કરશે

ઓગસ્ટ મહિનાથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

Tuesday 27th January 2026 09:17 EST
 

લંડનઃ ક્વીન એલિઝાબેથના રોયલ ચાર્ટર દ્વારા વર્ષ 1573માં સ્થપાયેલી બ્રિટનની ઐતિહાસિક સ્કૂલ ભારતના ગુરુગ્રામમાં કેમ્પસ શરૂ કરવા જઇ રહી છે. 450 વર્ષ જૂની આ શાળાએ જીઇડીયુ ગ્લોબલ એજ્યુકેશન ગ્રુપ સાથે મળીને ભારતમાં એજ્યુકેશન સેક્ટરમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે.

લંડન સ્થિત ક્વીન એલિઝાબેથ ગ્લોબલ સ્કૂલ્સે જણાવ્યું હતું કે, ભારતમાં નવી સ્વતંત્ર સ્કૂલની સ્થાપના માટે અમે બાર્નેટ સ્થિત ગ્રામર સ્કૂલના 450 વર્ષના અનુભવનો વારસો સ્થાપિત કરવા જઇ રહ્યાં છીએ. ગુરુગ્રામ સ્થિત કેમ્પસમાં ઓગસ્ટથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

સ્કૂલના સીઇઓ કેરોલિન પેન્ડલટન નાશે જણાવ્યું હતું કે, ગુરુગ્રામમાં ક્વીન એલિઝાબેથ સ્કૂલનું કેમ્પસ અમારી સંસ્થા માટે સીમાચિહ્ન સ્વરૂપ ક્ષણ બની રહેશે. આજે ભારતમાં જન્મ લેનારા બાળકો વર્ષ 2047માં ગ્રેજ્યુએટ થશે. તેમના માટે કિન્ટર ગાર્ટનથી ધોરણ 12 સુધીનો વિશ્વસ્તરીય અભ્યાસક્રમ અમે ઓફર કરીશું. તેના દ્વારા અમે વિકસિત ભારત 2047ના વિઝનને સપોર્ટ કરવા જઇ રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter