લંડન
આધુનિક બ્રિટનમાં આસ્થા અને ધર્મની એક વિચલિત કરે તેવી સમીક્ષામાં જાણવા મળ્યું છે કે બ્રિટનની જેલો કટ્ટરવાદ ફેલાવવાના અડ્ડા બની ચૂકી છે. એનએચએસ પર પણ ધાર્મિક નિષ્ફળતાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. જેહાદી પ્રિઝન ગેંગો જેલોમાં તેમના સાથી કેદીઓને ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરવા હિંસક દબાણ કરી રહી છે. આ ગેંગો જેલમાં જ શરિયા અદાલતો ચલાવે છે. આ પહેલાં એક સરવેમાં તારણ અપાયું હતું કે, બ્રિટનની સ્કૂલોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ વિદ્યાર્થીઓ પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરાય છે.
એકતરફ બ્રિટનની હોમ ઓફિસ શ્વેત સર્વોપરિવાદીઓ અને નિઓ નાઝીઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે સત્તાધારીઓના જ નાક તળે શિખ કટ્ટરવાદ, હિન્દુ રાષ્ટ્રવાદ અને અશ્વેત રાષ્ટ્રવાદ વકરી રહ્યાં છે.
એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનની જેલોમાં કેદીઓના બિછાના પર કુરાનની નકલો મૂકી ધમકી અપાય છે કે જો તેઓ ધર્મપરિવર્તન નહીં કરે તો તેમને હિંસાનો સામનો કરવો પડશે. બ્રિટનની જેલોમાં વર્ષ 2022માં ફક્ત આઠ ટકા મુસ્લિમ કેદી હતાં જે 2021માં વધીને 18 ટકા પર પહોંચી ગયાં છે.
રિપોર્ટ તૈયારકરનાર કોલિન બ્લૂમ કહે છે કે નવો આવેલો કેદી મુસ્લિમ ન હોય તો તેને જેહાદી ગેંગનું જોખમ રહે છે. તેને આ ગેંગની હિસાનો સામનો કરવો પડે છે. કોલિને સરકારને આ પ્રકારે બળજબરીથી કરાતા ધર્મપરિવર્તનની તાકિદે તપાસ કરાવવા અપીલ કરી છે. તેમણે રજિસ્ટ્રેશન ન ધરાવતા મદરેસાઓ સામે પગલાં લેવાની પણ ભલામણ કરી છે.


