લંડનઃ એક તરફ બ્રિટનની જેલોમાં દર 8માંથી એક કેદી વિદેશમાં જન્મેલો વ્યક્તિ છે ત્યારે વર્ષ 2022ના આંકડા પ્રમાણે જેલોમાં બ્રિટિશ હિન્દુ કેદીઓની સંખ્યા લગભગ શૂન્ય ટકા છે. ત્યારે બ્રિટનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપી રહેલા આ સમુદાયની મીડિયા અને વિશેષ કરીને બીબીસી દ્વારા શા માટે નોંધ લેવાતી નથી.
ઇનસાઇડ યુકેના જણાવ્યા અનુસાર સમાજમાં વસતા બ્રિટિશ ભારતીય અથવા તો બ્રિટિશ હિન્દુઓ કેવી રીતે કામ કરે છે અને તેમના અંગે મીડિયામાં થતા રિપોર્ટ વચ્ચે તફાવત શા માટે છે. શા માટે બ્રિટિશ હિન્દુઓને બીબીસી પક્ષપાતી લાગે છે. બીબીસીએ આ મામલે ધ્યાન કેન્દ્રિત કરવા માટે વ્યાજબી કારણો છે.
ધર્મ – કેદી – ટકાવારી – કુલ વસતીમાં ટકા
ખ્રિસ્તી – 38,184 – 44 ટકા – 46 ટકા
મુસ્લિમ – 15,271 – 18 ટકા – 07 ટકા
હિન્દુ – 333 – 00 ટકા – 02 ટકા
શીખ – 552 – 01 ટકા – 01 ટકા
બૌદ્ધ – 1,718 – 02 ટકા – 01 ટકા
યહૂદી – 489 – 01 ટકા – 01 ટકા