બ્રિટનની ફ્લોસી વિશ્વની સૌથી વૃદ્ધ જીવંત બિલાડી

Wednesday 30th November 2022 06:11 EST
 
 

લંડન

બ્રિટનની બિલાડી ફ્લોસીએ સૌથી વૃદ્ધ જીવતી બિલાડીનો વિક્રમ ગિનિઝ બુકમાં નોંધાવ્યો છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જણાવ્યા અનુસાર ફ્લોસીની ઉંમર 26 વર્ષ અને 329 દિવસ છે જે 120 માનવ વર્ષ જેટલી થાય છે. આ બિલાડી અત્યારે તેના માલિક વિકી ગ્રીન સાથે ઓર્પિંગ્ટન શહેરમાં રહે છે. તેનું આરોગ્ય સારું છે પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે જોવા અને સાંભળવાની શક્તિ ગુમાવી બેઠી છે. 2022માં ફ્લોસીના અગાઉના માલિકે તેની પરવરિશ માટે સક્ષમ ન હોવાના કારણે ત્યજી દેતાં હોમલેસ બની હતી અને તેને કેટ્સ પ્રોટેક્શન ચેરિટી ખાતે આશ્રય મળ્યો હતો. વિકી ગ્રીને આ ચેરિટી ખાતેથી ફ્લોસીને દત્તક લીધી હતી. ગિનીઝ બુકે જણાવ્યું હતું કે, ફ્લોસી 27 વર્ષની થવા આવી છે. આ અત્યાર સુધીની સૌથી વૃદ્ધ બિલાડી છે. તેની ઉંમર 120 માનવ વર્ષને સમકક્ષ ગણી શકાય. આ પહેલાં સૌથી વૃદ્ધ બિલાડીનો ખિતાબ અમેરિકાના ટેક્સાસની ક્રીમ પફ નામની બિલાડી પાસે હતો. 6 ઓગસ્ટ 2005ના રોજ તેનું 38 વર્ષની વયે મોત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter