બ્રિટનની હાલની એજ્યુકેશન સિસ્ટમ કુશળ કામદારોનું સર્જન કરવામાં નિષ્ફળ

આર્થિક વૃદ્ધિ માટે એજ્યુકેશન સિસ્ટમમાં સુધારો કરવા નોકરીદાતાઓની માગ

Tuesday 13th June 2023 13:10 EDT
 
 

લંડનઃ દેશની બે તૃતિયાંશ જનતા માને છે કે હાલની એજ્યુકેશન સિસ્ટમ બાળકોને યોગ્ય કુશળતા શીખવવામાં નિષ્ફળ ગઇ છે. યુગવ દ્વારા કરાયેલા એક સરવે અનુસાર બહુમતી બ્રિટિશરો માને છે કે તેમના બાળકો તેમના ભવિષ્ય માટે યોગ્ય રીતે સજ્જ થયાં નથી. વર્કપ્લેસ સ્કીલના અભાવને કારણે બ્રિટન પીછેહઠ કરી રહ્યો છે. ગયા વર્ષે જારી કરાયેલા ધ ટાઇમ્સ એજ્યુકેશન કમિશન રિપોર્ટમાં પણ એજ્યુકેશન સિસ્ટમમાં ધરમૂળથી બદલાવનું આહવાન કરાયું હતું. એવી એજ્યુકેશન સિસ્ટમ લાગુ કરવાની માગ થઇ રહી છે જેના કેન્દ્રમાં રોજગાર અને કુશળતા હોય.

આ રિપોર્ટ આવ્યાને એક વર્ષ થઇ ગયું છે. પ્રાઇવેટ સેક્ટર ઉત્પાદકતા અને આર્થિક વૃદ્ધિ માટે સરકારને એજ્યુકેશનમાં સુધારાને પ્રાથમિકતા આપવાની માગ કરી રહ્યું છે. કન્સલ્ટન્સી ફર્મ પીડબલ્યુસીના ચેરમેન કેવિન એલિસ કહે છે કે રોજગારની જરૂરીયાત પ્રમાણે એજ્યુકેશન સિસ્ટમમાં સુધારા કરવામાં નહીં આવે તો અર્થતંત્ર ગૂંગળાઇ જવાનું જોખમ રહેલું છે. હાલના યુવાઓમાં ચોક્કસ પ્રકારની કુશળતાનો અભાવ વર્તાઇ રહ્યો છે. 85 ટકા નોકરીદાતાઓ મે છે કે હાલના યુવાઓમાં કુશળતાનો અભાવ છે. એલિસ કહે છે કે અભ્યાસક્રમ ટૂંકાવીને ડિજિટલ સ્કીલ પર ભાર મૂકવાથી સમસ્યાનો અંત આવી જવાનો નથી. આપણે ભવિષ્યના રોજગાર અંગે કલ્પના કરી શક્તા નથી પરંતુ આપણે કેવા પ્રકારની માનસિકતા અને કુશળતા અપનાવવી જોઇએ તે નક્કી કરી શકીએ છીએ.

યુગવના સરવે પ્રમાણે ફક્ત 13 ટકા લોકો જ એમ માને છે કે હાલની એજ્યુકેશન સિસ્ટમ આઇટી, એન્જિનિયરિંગ, હેલ્થ કેર જેવા અછતગ્રસ્ત સેક્ટરો માટે યુવાઓને તૈયાર કરી રહી છે. જ્યારે બહુમતી લોકો માને છે કે શાળાઓએ હાલની કુશળતાની અછત નિવારવા માટે શાળાઓએ તેમની શિક્ષણ પદ્ધતિમાં બદલાવ કરવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter