બ્રિટનનું સૌથી જૂનું વૃક્ષ ૫૦ વર્ષમાં નાશ પામશે

Wednesday 19th June 2019 03:23 EDT
 
 

લંડનઃ બ્રિટનનું લગભગ ૩૦૦૦થી ૫૦૦૦ વર્ષ જેટલું સૌથી જૂનું વૃક્ષ આગામી ૫૦ વર્ષમાં નાશ પામે તેવી શક્યતા છે. આ વૃક્ષ જોવા આવતા સહેલાણીઓ પોતાની યાદગીરી માટે તેની ડાળીઓ તોડીને લઈ જાય છે. આ વૃક્ષ સેન્ટ્રલ સ્કોટલેન્ડના પર્થશાયરના ફોર્ટિંગલના ચર્ચયાર્ડમાં આવેલું છે. અગાઉ લોકો ડાળીઓ તોડવા ઉપરાંત તેના પર ચડી જતા હતા.

આ વૃક્ષ સદાયે લીલુંછમ રહેતું હોવાનું મનાય છે. ટેસાઈડ બાયોડાયવર્સિટી કોમ્યુનિટી પાર્ટનરશીપના જણાવ્યા મુજબ હવે તેનું આયુષ્ય લગભગ ૫૦ વર્ષ જેટલું જ રહ્યું છે. ફોર્ટિંગલના ટ્રી વોર્ડન નીલ હૂપરે જણાવ્યું હતું કે કેટલાં મુલાકાતીઓએ વૃક્ષને નુક્સાન પહોંચાડ્યુ છે તે તેઓ કહી શકે નહીં. પરંતુ, વૃક્ષની ડાળીઓ તોડવામાં આવી હતી તે ચોક્કસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter