બ્રિટનને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ઘણી જરૂર છેઃ લોર્ડ તારિક એહમદ

અમે ફક્ત ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા માગીએ છીએઃ બ્રિટિશ પ્રધાનની સુફિયાણી વાતો

Tuesday 30th May 2023 11:32 EDT
 
 

લંડનઃ ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા યુકેના નાયબ વિદેશ મંત્રી લોર્ડ તારિક એહમદે જણાવ્યું હતું કે, યુકેના વિઝા નિયમોમાં ભારતના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને તૈયાર કરાયા નથી. અમારી સરકારને ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી ઘણો લાભ મળે છે. વિઝાના નિયંત્રણો ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ફક્ત એક વર્ષ માટે રિસર્ચ અને પીએચડી કરવા આવે છે અને પોતાનું રિસર્ચ પુરું કરતાં નથી. અંડરગ્રેજ્યુએટ અભ્યાસ અને રિસર્ચ માટે આવતા વિદ્યાર્થીઓ હંમેશા આવકાર્ય છે.

લોર્ડ એહમદે જણાવ્યું હતું કે, કાયદેસર ઇમિગ્રેશનથી બ્રિટનને લાભ છે અને તે ફક્ત ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા ઇચ્છે છે. યુકેમાં મોટાભાગના વિદ્યાર્થી ભારતથી આવે છે. અમારે વધુ વિદેશી વિદ્યાર્થીઓની જરૂર પણ છે. લોર્ડ તારિક એહમદ પણ ભારતીય મૂળના બ્રિટિશ છે. 76 વર્ષ પહેલાં તેમના માતા રાજસ્થાનના જોધપુરથી પાકિસ્તાન અને ત્યાંથી બ્રિટન ગયા હતા. તેમના દાદા મહારાજા ઉમેદસિંહના ખજાનચી હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter