બ્રિટનને ત્રાસવાદ, રશિયા-ઈરાનના હુમલા અને સામુદાયિક વિભાજનનું જોખમ

Wednesday 21st October 2026 06:12 EDT
 
 

લંડનઃ બ્રિટન સામે ત્રાસવાદ, રશિયા અને ઈરાન દ્વારા હુમલાઓ, સાઈબર સિક્યુરિટી તેમજ દેશના સમુદાયોને વિભાજિત કરવાના શૈતાની પ્રયાસો સહિત અનેક ધમકીઓનું જોખમ હોવાની ચેતવણી MI5ના વડા કેન મેક્લુમે તેમના વાર્ષિક સંબોધનમાં આપી છે.

MI5ના લંડન વડા મથક થેમ્સ હાઉસ ખાતે બોલતા સ્પાયમાસ્ટરે જણાવ્યું હતું કે વૈશ્વિક સલામતી એટલી બધી પડી ભાંગી છે કે 9/11 પછીના હુમલાની માફક અનેક જોખમોનો સામનો કરવો પડી શકે છે. બ્રિટન જેવા દેશોમાં વિવિધ કોમ્યુનિટીઓ સામે આગચંપી, ભાંગફોડ, સાઈબર હુમલાઓ, ધાકધમકી અને હિંસાની ધમકીઓનો સામનો કરવો પડી શકે છે. તેમણે સૌથી મોટું જોખમ રશિયાનું દર્શાવી બાયો-વેપનરીમાં AI ના ઉપયોગની શક્યતા, ઈરાનના પીઠબળ સાથેના હુમલા તેમજ અનેક દુશ્મનો દ્વારા ત્રાસવાદના ઉપયોગની ચેતવણી આપી હતી.

ઉલ્લેખનીય છે કે રશિયા દાયકાઓથી બ્રિટનમાં દખલગીરી કરતું રહ્યું છે. ઈરાન પણ આ દિશામાં આગળ વધ્યું છે. તાજેતરમાં પ્રાઈમ મિનિસ્ટર એન્ડી બર્નહામે પણ બ્રેક્ઝિટ વોટમાં રશિયાની દખલગીરી હોવાં વિશે જણાવ્યું હતું. એમ પણ માનવામાં આવે છે કે રશિયાએ બ્રિટિશ ચૂંટણીઓમાં દખલગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter