બ્રિટનનો 'સૌથી સુંદર સિક્કો' હરાજીમાં 1.10 લાખ પાઉન્ડમાં વેચાયો

સિક્કા પર રાણી વિક્ટોરિયાને કાલ્પનિક પાત્ર લેડી ઉના તરીકે દર્શાવવામાં આવ્યા છે

Tuesday 14th April 2026 10:55 EDT
 
 

લંડન: બ્રિટનમાં ટંકશાળ પાડવામાં આવેલા અત્યાર સુધીના સૌથી સુંદર સિક્કા તરીકે ઓળખાતો 'ઉના એન્ડ ધ લાયન' પાંચ પાઉન્ડનો સોનાનો સિક્કો તાજેતરમાં લંડનની હરાજીમાં 1,10,000 પાઉન્ડમાં વેચાયો છે. આ દુર્લભ સિક્કો વેલ્સના ગ્વિનેડમાં એક ઘરની સફાઈ દરમિયાન મળી આવ્યો હતો.

વર્ષ 1839માં રાણી વિક્ટોરિયાના શાસનની શરૂઆતની યાદમાં આ સિક્કો તૈયાર કરવામાં આવ્યો હતો.  સિક્કા પર રાણી વિક્ટોરિયાને એક ઔપચારિક શાસક તરીકે નહીં, પરંતુ કાલ્પનિક પાત્ર 'લેડી ઉના' તરીકે દર્શાવવામાં આવ્યા છે, જે એક સિંહનું માર્ગદર્શન કરી રહ્યા છે. આ ચિત્ર સત્ય, પવિત્રતા અને બ્રિટિશ રાષ્ટ્રની શક્તિનું પ્રતીક છે. બ્રિટિશ ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ શાસકને સાહિત્યિક કાલ્પનિક પાત્ર તરીકે સિક્કા પર દર્શાવવામાં આવ્યા હોય. માસ્ટરપીસની ડિઝાઇન રોયલ મિન્ટના મુખ્ય કોતરણીકાર વિલિયમ વિયોન દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

આ સિક્કા ક્યારેય સામાન્ય ચલણ માટે બહાર પાડવામાં આવ્યા નહોતા. તે માત્ર ખાસ કલેક્ટર્સ માટે મર્યાદિત સંખ્યામાં બનાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter