બ્રિટનનો સૌથી લાંબો છૂટાછેડાનો કેસઃ 23 વર્ષ બાદ વર્ષા ગોહિલની જીત

વર્ષા ગોહિલને 66 લાખ પાઉન્ડ ચૂકવવા પૂર્વ પતિને સુપ્રીમ કોર્ટનો આદેશ

Tuesday 09th June 2026 10:26 EDT
 
 

લંડનઃ લંડનમાં વર્ષા ગોહિલ અને તેમના પૂર્વ પતિ ભદ્રેશ ગોહિલ વચ્ચે 23 વર્ષ સુધી ચાલેલી લાંબી કાનૂની લડાઈ બાદ આખરે વર્ષા ગોહિલને 66 લાખ પાઉન્ડનું સેટલમેન્ટ મળ્યું છે. વર્ષાના પૂર્વ પતિ ભદ્રેશ પર ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપો લાગ્યા હતા. જેના કારણે તેમની અનેક સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. બ્રિટનની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં લાંબા કાનૂની જંગ બાદ વર્ષા સંપત્તિનો હિસ્સો મળ્યો છે. બ્રિટનના તાજેતરના ઇતિહાસમાં આ કેસને સૌથી મોટા છૂટાછેડાના કેસોમાંનો એક માનવામાં આવી રહ્યો છે.

61 વર્ષીય વર્ષા ગોહિલે મે 2002માં પતિ પર અન્ય મહિલા સાથે આડા સંબંધો અને અયોગ્ય વર્તનનો આરોપ લગાવી છૂટાછેડાની અરજી કરી હતી. શરૂઆતમાં આ મામલો ઝડપથી ઉકેલાઈ ગયો હતો અને વર્ષા ગોહિલે આશરે 2.7 લાખ પાઉન્ડ અને પરિવારની એક કાર લઈને સેટલમેન્ટ સ્વીકારી લીધું હતું. જોકે તેમને હંમેશાં આશંકા હતી કે તેમના પતિએ કાનૂની પ્રક્રિયા દરમિયાન પોતાની તમામ સંપત્તિની સાચી માહિતી જાહેર કરી નથી. બ્રિટિશ કાયદા અનુસાર છૂટાછેડા વખતે પતિ-પત્ની બંનેએ પોતાની તમામ સંપત્તિ અને નાણાકીય સ્ત્રોતોની સાચી વિગતો આપવી અનિવાર્ય હોય છે.

લાંબી કાયદાકીય લડત બાદ, હાલમાં 61 વર્ષની ઉંમરે પહોંચેલા વર્ષા ગોહિલને આખરે તેમના પૂર્વ પતિની કાયદેસરની મિલકતમાંથી 23.82 ટકા હિસ્સા જેટલી મોટી રકમ ચૂકવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter