બ્રિટનમાં 50 ટકા કરતાં વધુ ખાદ્યપદાર્થો અને પીણાંમાં જંતુનાશકો

Tuesday 09th April 2024 11:59 EDT
 

 લંડનઃ બ્રિટનના ટેસ્ટ કરાયેલા 50 ટકા કરતાં વધુ ખાદ્યપદાર્થો અને પીણાંમાં હાનિકારક રસાયણો મળી આવતાં એક્ટિવિસ્ટોએ 25 પ્રકારના જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. ફોરએવર કેમિકલ્સના નામે જાણીતા આ રસાયણોનું વિઘટન થતાં સદીઓ લાગી જતી હોય છે. આ પ્રકારના રસાયણો શરીરમાં જવાના કારણે ઘાતક બીમારીઓનું જોખમ સર્જાય છે.

એક્ટિવિસ્ટોએ આ પ્રકારના 25 જંતુનાશકો પર પ્રતિબંધ લાદવાની માગ કરી છે. તે પૈકીના 6 જંતુનાશકો અત્યંત હાનિકારક મનાય છે. સૌથી વધુ રસાયણો સ્ટ્રોબેરીમાં મળી આવ્યાં હતાં. ટેસ્ટ કરાયેલાં સેમ્પલોમાં 401 પ્રકારના જંતુનાશકના અંશ મળ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter