બ્રિટનમાં અભ્યાસ કરતા તેલંગાણાના એસ. શ્રીનાથ રેડ્ડીનું રહસ્યમય મોત

Tuesday 30th June 2026 11:31 EDT
 
 

લંડનઃ યુકેમાં અભ્યાસાર્થે આવેલા તેલંગાણાના કામારેડ્ડી જિલ્લાના 25 વર્ષીય એસ.શ્રીનાથ રેડ્ડીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. શ્રીનાથ તાલામાડલા ગામનો વતની હતો. પરિવારના જણાવ્યા મુજબ, તે આશરે 14 મહિના પહેલા જ લંડન શિફ્ટ થયો હતો અને લંડનની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં  માસ્ટર્સની ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યો હતો.

૨૩ જૂનની સવારે શ્રીનાથના રૂમમેટે તેને મૃત હાલતમાં જોયો હતો. રૂમમેટે તેના મિત્રોને જણાવ્યું હતું કે શ્રીનાથે કથિત રીતે આત્મહત્યા કરી છે. મૃતકના પિતા મધુસૂદન રેડ્ડીએ જણાવ્યું હતું કે, 22 જૂનની રાત્રે શ્રીનાથે તેમની સાથે ફોન પર વાત કરી હતી અને તે દરમિયાન કંઈપણ અસામાન્ય જણાયું નહોતું. તેમના પુત્રના મોત પાછળના ચોક્કસ કારણો કે સંજોગો અંગે હજુ સુધી પરિવારને કોઈ સ્પષ્ટતા મળી નથી. તેમણે કેન્દ્ર સરકાર અને તેલંગાણા સરકાર બંનેને અપીલ કરી છે કે આ મામલે હસ્તક્ષેપ કરી પુત્રના મૃતદેહને વહેલી તકે ભારત લાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter