બ્રિટનમાં અશ્વેતોના યોગદાનને ઈતિહાસના પુસ્તકોમાં સ્થાન મળશે

Wednesday 01st June 2022 06:55 EDT
 

લંડનઃ રંગભેદને સમાપ્ત કરવા અમેરિકામાં બે વર્ષ પહેલાં બ્લેક લાઇવ્ઝ મેટર આંદોલન શરૂ કરાયું હતું. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે સેંકડો વર્ષોના ગાળામાં અશ્વેતો પર અત્યાચારો વિશે નવી પેઢીને જાણકારી જ ન હતી. લોકોમાં અશ્વેતો પ્રત્યે સંવેદના જાગૃત થાય અને રંગભેદ ન સર્જાય તે માટે બ્રિટને 5 થી 14 વર્ષના બાળકોની શાળાઓમાં ઇતિહાસના પુસ્તકોમાં અશ્વેતોના યોગદાન વિશે પાઠ ભણાવવા નિર્ણય લીધો છે.

શ્વેત શાસકો દ્વારા અશ્વેતોને ગુલામ બનાવવા અને તેમના ખરીદ-વેચાણ સહિત કરાયેલા અત્યાચારોનો અભ્યાસક્રમના પુસ્તકોમાં ઉલ્લેખ કરાશે. બ્રિટનના વિકાસમાં યોગદાન આપ્યું હોય એવા અશ્વેત નાયકોની ગાથાઓ સાથેના મોડલ અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય ભાવિ પેઢીમાં અશ્વેતો પ્રત્યે દૃષ્ટિકોણ બદલવાનો છે. નવો કોર્સ લાગુ કરવાનું ફરજિયાત કરાયું નથી.

આ સાથે બ્રિટનમાં નવી ચર્ચા શરુ થઇ છે. ઘણી શિક્ષણ સંસ્થાનોનું કહેવું છે કે નવા કોર્સને લાગુ કરવાનું બહુ સરળ નથી કારણકે વિદ્યાર્થીઓએ ઇતિહાસના જૂના કોર્સના પુસ્તકો ખરીદી લીધા હશે. આ ઉપરાંત, ઘણા લોકો ઇતિહાસના પુસ્તકોમાં બદલાવને માનવા તૈયાર નથી. નવી પેઢીમાં અશ્વેતો પ્રત્યે સહાનુભૂતિ ફેલાવવા અન્ય ઉપાયો પર ધ્યાન આપવું જોઇએ.

તેમનું કહેવું છે કે માની ન શકાય તેવો ઇતિહાસ વાંચીને આવનારી પેઢીમાં અશ્વેતો પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જવાનું શક્ય નથી. અગાઉ, બ્રિટનની ઘણી શાળાઓએ સરકારના આ નવા મોડલ અભ્યાસક્રમને લાગુ કરવામાં અનિચ્છા દર્શાવી હતી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter