લંડનઃ બ્રિટનમાં છેલ્લા એક દાયકામાં એક કરતાં વધુ પાસપોર્ટ ધરાવતા લોકોની સંખ્યા બમણી થઇ છે. 2011માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એક કરતાં વધુ પાસપોર્ટ ધરાવતા લોકોની સંખ્યા 6,12,000 હતી જે 2021માં 1.26 મિલિયન પર પહોંચી હતી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા વસતી ગણતરીના આંકડા અનુસાર બ્રિટનમાં જ જન્મેલા અને બ્રિટિશ અને યુરોપિયન યુનિયનની નાગરિકતા ધરાવતા લોકોની સંખ્યા છેલ્લા 10 વર્ષમાં પાંચ ગણી વધીને 1,56,400 પર પહોંચી હતી. બ્રિટનની બહાર જન્મેલા અને બ્રિટિશ તથા ઇયુની નાગરિકતા ધરાવતા લોકોની સંખ્યા 1,47,000 થઇ હતી. યુકેમાં જન્મેલા અને બ્રિટિશ તથા આઇરિશ પાસપોર્ટ ધરાવતા લોકોની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં 6 ગણો વધારો થયો હતો.

