બ્રિટનમાં ઓગસ્ટ સુધીમાં નવા વાઈરસના ફેલાવાનો અંત?

Wednesday 12th May 2021 05:48 EDT
 

લંડનઃ કોરોના વાઈરસની નાબૂદી વિશે બ્રિટનથી ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ઓગસ્ટ સુધીમાં બ્રિટનમાં કોઈ પણ નવા વાઈરસના ફેલાવાનો અંત આવી જશે. જોકે, સરકાર વેક્સિનનો બૂસ્ટર શોટ શોધી રહી છે. આ શોટ્સ આ વર્ષે સૌથી વધુ જોખમ ધરાવતા લોકોને આપવામાં આવશે. દેશને કોરેના વાઈરસના B.1.1.67 વેરિએન્ટથી ખૂબ વિનાશક અસર થઈ હતી.

સરકારની વેક્સિન ટાસ્કફોર્સના વડા ક્લાઇવ ડિક્સે દાવો કર્યો છે કે ઓગસ્ટ સુધીમાં બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો ફેલાવો અટકી જશે. તેઓએ કહ્યું કે ‘ઓગસ્ટમાં અમારે ત્યાં કોઈપણ જે ફેલાનાર વાઈરસ રહેશે નહિ.’ તેમણે એમ પણ માહિતી આપી છે કે વેક્સિન બૂસ્ટર કાર્યક્રમ ૨૦૨૨ની શરૂઆતમાં મોકૂફ કરવામા આવી શકાય છે.

ડીક્સે એવી સંભાવના વ્યક્ત કરી છે કે જુલાઈના અંત સુધીમાં બ્રિટનમાં તમામ લોકોને ઓછામાં ઓછો વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો હશે. તેમણે કહ્યું કે ત્યાં સુધીમાં ‘અમે વાયરસના બધા જ સ્ટ્રેનથી લોકોને સુરક્ષિત કરી લઈશું.’ વિશેષ બાબત એ છે કે વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવવા મુદ્દે બ્રિટન બીજો સૌથી ઝડપી દેશ છે. અહીં અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે. ઝડપી વેક્સિનેશન દ્વારા બ્રિટને કોરોના પર કાબૂ મેળવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter