બ્રિટનમાં ગુનેગાર ગમે તે એશિયન સમુદાયનો હશે, બચશે નહીં – રિશી સુનાક

બાળકો અને યુવતીઓને શિકાર બનાવતા અપરાધીઓને નાથવા ટાસ્ક ફોર્સની રચના, બાળકોના શારીરિક શોષણમાં મુખ્યત્વે બ્રિટિશ પાકિસ્તાનીઓની સંડોવણી - બ્રેવરમેન

Tuesday 04th April 2023 13:08 EDT
 
 

લંડન

બાળકો અને યુવતીઓના શારીરિક શોષણ માટે જવાબદાર અપરાધીઓ વિરુદ્ધ પગલાં લેતા અટકાવતા રાજકિય સુધારાને વખોડી નાખતાં વડાપ્રધાન રિશી સુનાકે આ પ્રકારના અપરાધીઓ સામે પગલાં લેવા નવા ટાસ્ક ફોર્સની રચના કરી છે. બ્રિટનમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી ઘણી ગેંગ પકડાતી નથી. બીજી તરફ પોલીસ એશિયન મૂળના ગુનેગારોને પકડવામાં આનાકાની કરે છે, જેથી જાતિવાદનો આરોપ ન લાગે. નવા ટાસ્ક ફોર્સની જાહેરાત કરતાં પહેલા સુનકે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા તે મારી પ્રાથમિકતા છે. ગ્રૂમિંગ ગેંગ ટાસ્ક ફોર્સ સ્થાનિક પોલીસની મદદ કરશે. સુનકે ચેતવણી આપી હતી કે રાજકીય સુધારાએ અમને લાંબા સમય સુધી બાળકો અને મહિલાઓને શિકાર બનાવતા ગુનેગારો પર અકુંશ લગાવવાથી અટકાવ્યા હતા. ડેટા વિશ્લેષકો પોલીસ-રેકોર્ડ્સ, વંશીય ડેટા અને ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને ગુનેગારોને ઓળખવા માટે ટાસ્ક ફોર્સ સાથે કામ કરશે. ટાસ્ક ફોર્સમાં એવા અધિકારીઓનો સમાવેશ થશે જેમને ગ્રૂમિંગ ગેંગની તપાસ કરવાનો બહોળો અનુભવ હોય. તેઓ ગેંગને જડમૂળથી ઉખેડવા અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે દેશભરના દળોને જરૂરી મદદ પૂરી પાડશે. મહિલાઓ બાળકો ગંભીર ગુનાઓ ભોગ બનતા હોવાનું ધ્યાને આવતા બ્રિટનના વડાપ્રધાન દ્વારા અપરાધીઓને અંકુશ કરવા આકરી કાર્યવાહી કરવા જઇ રહ્યા છે.
બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને રવિવારે કહ્યું હતું કે જાતીય ગુનાઓને અંજામ આપતી ગેંગ પુરુષોની છે. તેમાંથી લગભગ મોટા ભાગના બ્રિટિશ પાકિસ્તાની છે. જોકે અધિકારીઓ કાર્યવાહીના નામે આંખ આડા કાન કરે છે. બ્રિટિશ પાકિસ્તાનીઓની એક ગેંગ છે જે મહિલાઓને ડ્રગ્સ આપે છે અને દુષ્કર્મ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter