બ્રિટનમાં ઝેરી કરોળિયાનો કાળો કેરઃ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો

Tuesday 14th April 2026 10:53 EDT
 
 

લંડન: બ્રિટનમાં છેલ્લા એક દાયકામાં ઝેરી કરોળિયાના સંપર્ક અથવા તેના ડંખને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય તેવા કિસ્સાઓમાં બમણો વધારો નોંધાયો છે. એનએચએસના તાજેતરના આંકડા દર્શાવે છે કે વર્ષ 2025માં 'સ્પાઈડર બાઈટ'ના 100 ગંભીર કિસ્સાઓ સામે આવ્યા હતા, જે ૨૦૧૫માં માત્ર ૪૭ હતા.

નિષ્ણાંતોના મતે, આ વધારા પાછળ 'નોબલ ફોલ્સ વિડો' નામની કરોળિયાની પ્રજાતિ જવાબદાર છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ઇકોલોજિસ્ટ ક્લાઈવ હેમ્બલરે આ પ્રજાતિને બ્રિટનનો સૌથી ખતરનાક સ્પાઈડર ગણાવ્યો છે. દેખાવમાં 'બ્લેક વિડો' જેવા લાગતા આ કરોળિયા અવારનવાર રસોડામાં છુપાઈ રહે છે અને જો તેને ખતરો જણાય તો તે તુરંત ડંખ મારે છે.

સામાન્ય રીતે આ કરોળિયાનો ડંખ બહુ હાનિકારક હોતો નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેના ઝેરને કારણે અસહ્ય દુખાવો અને સોજો આવી શકે છે. હેમ્બલરના જણાવ્યા મુજબ ૫૦ વર્ષ પહેલા બ્રિટનમાં કરોળિયાના ડંખની ભાગ્યે જ કોઈ ગંભીર અસર થતી હતી. પરંતુ દક્ષિણ બ્રિટનમાં આ પ્રજાતિની સંખ્યામાં તોતિંગ વધારો થતા ગંભીર ડંખના કિસ્સાઓ વધ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter