લંડનઃ આ વર્ષે બ્રિટનમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનારની યાદીમાં રશિયામાં જન્મેલા ટ્રેડિંગ ટાયકૂન એલેક્સ ગેર્કો પ્રથમ સ્થાને રહ્યા છે. આ વર્ષે તેમની અંગત સંપત્તિ પણ બમણી થઇ છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર ગેર્કોની સંપત્તિ 5 બિલિયન ડોલરથી વધીને 10.8 બિલિયન ડોલર પર પહોંચી છે. ગેર્કોની લંડન સ્થિત એક્સટીએક્સ માર્કેટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જટિલ ગાણિતિક ગણતરીઓ દ્વારા કરન્સી, કોમોડિટી અને શેરોમાં સોદા કરે છે. 43 વર્ષીય ગેર્કો નોર્થ લંડનમાં પત્ની એલેના અને 3 સંતાનો સાથે વસવાટ કરે છે. બ્રિટનના ટોપ ટેન કરદાતાઓમાં રણજિત અને બલજિન્દર બોપારન તથા પરિવારનો સમાવેશ થાય છે.
બ્રિટનના ટોચના 10 કરદાતા
- એલેક્સ ગેર્કો – 487.4 મિલિયન પાઉન્ડ
- ડેનિસ, જ્હોન અને પીટર કોટ્સ- 460.2 મિલિયન પાઉન્ડ
- સ્ટિફન રૂબિન અને પરિવાર – 392.3 મિલિયન પાઉન્ડ
- સર ક્રિસ હોન – 263 મિલિયન પાઉન્ડ
- ફ્રેડ અને પીટર – 136.8 મિલિયન પાઉન્ડ
- માઇક એશ્લી – 133.5 મિલિયન પાઉન્ડ
- ટીમ માર્ટિન – 123.2 મિલિયન પાઉન્ડ
- રણજિત અને બલજિન્દર બોપારન – 120.7 મિલિયન પાઉન્ડ
- ટોમ મોરિસ અને પરિવાર – 112.2 મિલિયન પાઉન્ડ
- ઇયાન અને રિચર્ડ લિવિંગસ્ટોન – 104 મિલિયન પાઉન્ડ


