બ્રિટનમાં ડિજિટલ આઇડી કાર્ડ ફરજિયાત બનાવવા સરકારની કવાયત

ગેરકાયદેસર ઇમિગ્રેશન પર નકેલ કસવા આઇડી કાર્ડ ફરજિયાત કરાશે

Tuesday 10th June 2025 11:43 EDT
 
 

લંડનઃ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવવા માટે લેબર સરકાર બ્રિટનના તમામ પુખ્ત વ્યક્તિ માટે ફરજિયાત ડિજિટલ આઇડી કાર્ડના પ્રસ્તાવોની ચકાસણી કરી રહી છે. વડાપ્રધાન સ્ટાર્મરના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીના નેતૃત્વ હેઠળની થિન્ક ટેન્ક દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવ પર 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં વિચારણા ચાલી રહી છે.

લેબર પાર્ટીના પોલિસી પેપરમાં દલીલ કરાઇ છે કે નવું બ્રિટકાર્ડ વિના મૂલ્યે ફોન પર ડાઉનલોડ કરી શકાશે જે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર નકેલ કસવામાં મદદરૂપ બનશે. તે ઉપરાંત પાસપોર્ટ અને બેનિફિટ્સ જેવી સરકારી સેવાઓમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે.

યુરોપમાં ફક્ત બ્રિટન જ એવો દેશ છે જ્યાં આઇડી કાર્ડની સિસ્ટમ નથી. ટીકાકારોનો દાવો છે કે આ સિસ્ટમના અભાવમાં નોકરીઓમાં બ્લેક માર્કેટ ફુલ્યું ફાલ્યું છે. 2009માં છેલ્લી લેબર સરકારે આઇડી કાર્ડ સિસ્ટમ લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારબાદ આવેલી એક પછી એક કન્ઝર્વેટિવ સરકારોએ આ યોજનાને પડતી મૂકી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter