બ્રિટનમાં ડ્રોન ક્રાંતિઃ નવા નિયમોની જાહેરાત, દવાની ડિલિવરી ડ્રોન દ્વારા કરાશે

ઇમારતો અને માળખાકીય સુવિધાઓ નજીક ડ્રોન ઉડાડી શકાશે, ઇમર્જન્સીમાં દવાઓ, સડક-રેલવેના ઇન્સ્પેક્શન, પાર્સલ ડિલિવરીમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાશે

Tuesday 20th February 2024 12:04 EST
 
 

લંડનઃ ઇમારતો અને અન્ય માળખાકીય સુવિધાઓ નજીક ડ્રોન ઓપરેટ કરવાની પરવાનગી આપતા નવા નિયમોના કારણે હવે અરજન્ટ મેડિકલ સપ્લાય સહિતની ડિલિવરી માટે ડ્રોનના ઉપયોગના દ્વાર ખુલી જશે. સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા આ અંગેના પ્રસ્તાવોની જાહેરાત કરાઇ છે જે ડ્રોનને અન્ય એરક્રાફ્ટને સમાંતર ઉડાડવાની પરવાનગી આપશે.

ડ્રોનના ઉપયોગને પરવાનગીના કારણે ઇમર્જન્સીમાં દવાઓની ડિલિવરીમાં ડ્રોન મહત્વની ભુમિકા ભજવી શકશે. તે ઉપરાંત રેલવે લાઇન, પાવર લાઇન, રોડ જેવી મહત્વની માળખાકીય સુવિધાઓના ઇન્સ્પેક્શનમાં પણ મદદ મળશે. એમેઝોન જેવી કંપનીઓ ડ્રોન દ્વારા પાર્સલ ડિલિવરી પણ કરી શકશે. હાલમાં ડ્રોન ફક્ત સેગ્રિગેટેડ એરસ્પેસમાં જ ઉડાન ભરી શકે છે પરંતુ હવે બિયોન્ડ ધ લાઇન ઓફ સાઇટ ઓપરેટરોને તેમના બિલ્ટ ઇન કેમેરાના આધારે ઉડાન ભરવાની પરવાનગી આપશે.

નવા નિયમો અંતર્ગત ડ્રોનને નીચી ઊંચાઇ પર અને ઇમારતોની નજીક ઉડાડવાના રહેશે જેથી અન્ય વિમાનોને જોખમ ન રહે. ડ્રોનને બિલ્ડિંગના 30 મીટરના દાયરામાં અને રોડ કે રેલવેલાઇનના 15 મીટરના દાયરામાં ઉડાડવાના રહેશે. ડ્રોનને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં પણ ઉપયોગમાં લાવી શકાશે પરંતુ તેની ઊંચાઇ 15 મીટરથી વધુ રહેવી જોઇએ નહીં. તેના કારણે ખેડૂતો અને ઔદ્યોગિક એસ્ટેટના સિક્યુરિટી સ્ટાફને મદદ મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter