બ્રિટનમાં પણ ચીન જેવો રહસ્યમય ન્યૂમોનિયા ફેલાવાની ચેતવણી

હોસ્પિટલોને સાવધાન રહેવા ચેતવણી

Tuesday 05th December 2023 11:16 EST
 

લંડનઃ આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે બ્રિટનમાં ચીન જેવો જ રહસ્યમય ન્યૂમોનિયાનો રોગચાળો ફેલાઇ શકે છે. ચીનમાં છેલ્લા કેટલાક સપ્તાહથી રહસ્યમય ન્યૂમોનિયાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ રહી છે. આ રહસ્યમય બીમારીની તપાસ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ ચાલી રહી છે. સૌથી વધુ બાળકો આ બીમારીમાં સપડાઇ રહ્યાં છે.

ચીનમાં આ રોગચાળો ચિંતાનું કારણ બની રહ્યો છે ત્યારે નેધરલેન્ડ, ડેન્માર્ક અને અમેરિકામાં પણ આ બીમારીના કેસ વધવા લાગ્યાં છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે બ્રિટનમાં પણ વ્હાઇટ લન્ગ સિન્ડ્રોમ સહિત આ બીમારીના કેસમાં વધારો થઇ શકે છે.

બેક્ટેરિયા દ્વારા ફેલાતો આ રોગ ફ્લૂ જેવી બીમારીને જન્મ આપી રહ્યો છે. કેટલાંક તેને વોકિંગ ન્યૂમોનિયા પણ કહે છે અને તે મુખ્યત્વે બાળકોમાં વધુ ફેલાય છે. તેથી જાહેર આરોગ્ય વ્યવસ્થાએ આ બીમારીના જોખમો પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter