લંડનઃ સાઉથ વેલ્સમાં નેન્ત મોરલાઇસ ખાતે વિશાળ ભૂવો પડતાં આસપાસના રહેઠાણ ખાલી કરાવી દેવાયાં હતાં. લોકલ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલી તસવીરો જોતાં ભૂવાની ભયાનકતાનો ખ્યાલ આવી શકે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ દ્રશ્ય ઘણું બિહામણું હતું. ભૂવો પડ્યો ત્યારે ભયાનક અવાજો પણ સંભળાયા હતા. કાઉન્સિલે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.


